મકાન અને અન્ય બાંધકામ કામગીરી સાથે સંકળાયેલ કડિયા, સુથાર, લુહાર, ઇલેક્ટ્રિશિયન, સળિયાકામ, શટરીંગકામ, ફલોરિંગકામ, ફોલ્સ્સીલીંગકામ, કલરકામ તથા અન્ય આનુસંગિક કામ કરનાર, પરંતુ “ફેક્ટરી એક્ટ૧૯૪૮ હેઠળ ના આવતા “ હોય તેવા ૧૮ થી ૬૦ વર્ષનાપરુષો અને મહિલાઓનો બાંધકામ શ્રમિકોમાં સમાવેશ થાય છે.તેઓની શ્રમયોગી તરીકે નિશુલ્ક નોંધણીકેઈ તેમને બાંધકામ શ્રમયોગી તરીકેનું ઓળખકાર્ડઆપવામાં આવે છે.
Unorganised Worker Form |
![]() |
બાંધકામ શ્રમિકો માટે રજીસ્ટ્રેશન ફોર્મ |
![]() |
બાંધકામ શ્રમિકો માટે - હંગામી આવસ યોજના ફોર્મ |
![]() |
બિલ્ડર માટે- હંગામી આવાસ યોજના ફોર્મ |
![]() |
➤ ઉંમરનો પુરાવો
➤ મતદાર ઓળખકાર્ડ
➤ રેશનકાર્ડ
➤ કુટુંબના બધા સભ્યના આધારકાર્ડ( જો હોય તો)
➤ ૯૦ દિવસનું કામ કર્યા અંગેનું સ્વપ્રમાણિત પ્રમાણપત્ર
➤ પાસપોર્ટ સાઈઝના ૨ ફોટોગ્રાફ્સ
બાંધકામ વ્યવસાયમાં રોકાયેલ શ્રમયોગીને પ્રસુતિના ગાળા દરમ્યાન પૂરતા પોષણ આહાર અને આરામની અનિવાર્ય પણે જરૂર રહે છે. મહીલા શ્રમયોગી તથા તેના બાળકની તંદુરસ્તી અને આરોગ્ય માટે આ ગાળા દરમ્યાન આર્થિક રાહત આપવાના હેતુથી આ યોજના અમલમાં મુકવામાં આવેલ છે.
મહિલા બાંધકામ શ્રમિકોને પ્રથમ બે પ્રસુતિ દીઠ રુ. ૫૦૦૦/- ની ઉચ્ચક સહાય આપવામાં આવે છે.
•બાંધકામ શ્રમિક તરીકે બોર્ડમાં નોંધણી કરાવ્યા બાદ જ આ યોજનાનો લાભ બાંધકામ મહિલા શ્રમિકને મળવાપાત્ર થશે, તેમજ નોંધણીની તારીખથી પ્રત્યેક વર્ષે નોંધણી તાજી (રીન્યુ) કરાવેલ હશે તેવા બાંધકામ મહિલા શ્રમિકને જ આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.
•મહીલા બાંધકામ શ્રમિકે પ્રસુતિના ત્રણ માસની અંદર નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે.
•માત્ર મહીલા શ્રમિકોને જ આ સહાય મળવાપાત્ર થશે અને ૧૯ વર્ષથી વધુ વયની મહીલા બાંધકામ શ્રમિકોને જ મળવાપાત્ર થશે.
•આ સહાય માત્ર બે પ્રસુતિ પૂરતી જ મળવાપાત્ર થશે. પ્રસુતિની સંખ્યા સંબંધમાં મહીલા બાંધકામ શ્રમિકે નિયત નમૂનામાં લેખિત બાંહેધરી રજૂ કરવાની રહેશે.
•આ સહાય કસુવાવડના કિસ્સામાં પણ મળવાપાત્ર થશે.
•કસુવાવડ એટલે ગર્ભ રહ્યા પછી ૨૬માં અઠવાડિયા પહેલા અથવા તેટલી મુદત દરમ્યાન ગર્ભવતીનો ગર્ભપાત થાય તે પણ તેમાં ભારત ફોજદારી અધિનિયમ ૧૮૬૦ના ૪૫માં હેઠળ શિક્ષાપાત્ર હોય તેવી કોઇ કસુવાવડનો સમાવેશ થતો નથી.
•બાળકના જન્મ સંબંધમાં દાકતરી પ્રમાણપત્ર અથવા જન્મ નોંધણીના સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર અરજી સાથે બીડવાનું રહેશે. મૃત બાળક જન્મે અથવા કસુવાવડ થાય તો તેવા કિસ્સામાં દાકતરી પ્રમાણપત્રમાં તે મતલબનો સ્પષ્ટ ઉલ્લેખ કરવાનો રહેશે.
•અરજદારે નિયત નમુનામાં અરજી જે તે સંબંધિત જીલ્લાના નાયબ/સહાયક નિયામક, ઔદ્યોગિક સુરક્ષા અને આરોગ્ય (ફેકટરી ઇન્સ્પેકટર) ને કરવાની રહેશે.
•ઉપરોકત અધિકારી અરજીમાં દર્શાવેલ વિગતોની ચકાસણી અને ખરાઇ કરીને તેની અરજી મળ્યા તારીખથી દિન-૩૦ માં પોતાની ભલામણ સહીત અરજી ગુજરાત મકાન બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના સચિવને મોકલી આપવાની રહેશે.
•બોર્ડના સચિવશ્રી સદરહુ અરજીની વિગતો તથા અભિપ્રાય પરત્વે જરૂરી ચકાસણી કરી યોજના સહાય મંજુરી/નામંજુરી અંગેનો આખરી નિર્ણય કરશે.
બાંધકામ શ્રમિકોની એક દિકરી માટે, દીકરીનો જન્મ થાય ત્યારે દીકરીના નામે રુ. ૫૦૦૦/- ના ૧૮ વર્ષની મુદ્દત માટેના બોન્ડ આપવામાં આવે છે.
બાંધકામ શ્રમિકોના ૦ થી ૬ વર્ષના બાળકો માટે બાંધકામ સાઈટ પર આંગણવાડીની સવલત ઉભી કરી બાળકોને પુરક પોષણ અને શિક્ષણ આપવામાં આવે છે.
બાંધકામ શ્રમિકો અને તેમના પરિવારજનોને મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય (માં) યોજના હેઠળ હ્રદય, કીડની, કેન્સર, મગજ તથા કરોડરજ્જુના રોગો, નવજાત શિશુઓના ગંભીર રોગો, ગંભીર ઈજાઓ અને બનર્સ ( ગંભીર રીતે દાઝેલાઓ)ના નક્કી કરેલી કુલ ૫૪૪ પ્રકારની સારવાર માટે વાર્ષિક રૂપિયા ૨ લાખ સુધીની મર્યાદામાં મફત તબીબી સારવાર સરકાર માન્યતા પ્રાપ્ત કરેલી હોસ્પિટલોમા આપવામાં આવે છે.
આ યોજના હેઠળ કુલ ૧૫ પ્રકારના વ્યવસાયિક રોગોને આવરી લીધેલા છે. આ રોગોથી પીડાતા શ્રમયોગીને સારવાર અર્થે કુલ કર્ચ રૂ. ૩,૦૦,૦૦૦/- સુધીની મર્યાદામાં, ૯૦ ટકા ડીસેબીલીટી ધરાવતા શ્રમયોગીને માસિક રૂ.૧૫૦૦/- અને ૯૦ થી ૧૦૦ ટકા ડીસેબીલીટી ધરાવતા શ્રમયોગી ને માસિક રૂ.૩૦૦૦/- સુધીની સારવાર અંગેની સહાય આપવામાં આવે છે.
આ યોજના હેઠળ બાંધકામ શ્રમિકો અને તેમના પરિવાર જનોને ગંભીર રોગોમાં થયેલ સારવારના કુલ ખર્ચના ૭૫% અને વધુમાં વધુ રુપીયા ૧ લાખની મર્યાદામાં સહાય ચુકવવામાં આવે છે. સારવાર સરકાર માન્ય હોસ્પિટલમાં લીધેલ હોવી જોઈએ.
બાંધકામ વ્યવસાયમાં રોકાયેલ શ્રમયોગીને પ્રસુતિના ગાળા દરમ્યાન પૂરતા પોષણ આહાર અને આરામની અનિવાર્ય પણે જરૂર રહે છે. મહીલા શ્રમયોગી તથા તેના બાળકની તંદુરસ્તી અને આરોગ્ય માટે આ ગાળા દરમ્યાન આર્થિક રાહત આપવાના હેતુથી આ યોજના અમલમાં મુકવામાં આવેલ છે.
•બાંધકામ શ્રમિક તરીકે બોર્ડમાં નોંધણી બાદ જ આ યોજનાનો લાભ બાંધકામ શ્રમિકને મળવાપાત્ર થશે. તેમજ નોંધણીની તારીખથી પ્રત્યેક વર્ષે નોંધણી રીન્યુ કરાવેલ હોય અને નોંધણી જીવંત હોય તેવા બાંધકામ શ્રમિકોને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.
•રાજ્ય સરકારે માન્ય કરેલ હોસ્પિટલમાં સારવાર લીધેલ હોવી જોઇએ.
•નિયત નમુનાની અરજી સાથે હોસ્પિટલના તબીબી અધિકારી દ્વારા સારવારનું પ્રમાણપત્ર તેમજ દવાના તથા સારવારના ખર્ચના બીલો તે તબીબી અધિકારી દ્વારા પ્રમાણિત કરાવીને રજુ કરવાના રહેશે.
•હોસ્પિટલમાં લીધેલ સારવારના ત્રણ માસની સમયમર્યાદામાં નિયત નમુનામાં અરજી કરવાની રહેશે.
•નોંધાયેલ બાંધકામ શ્રમિકે નિયત નમુનાના અરજી જે તે જિલ્લાના નાયબ/સહાયક નિયામક, ઔદ્યોગિક સુરક્ષા અને આરોગ્ય (ફેકટરી ઇન્સ્પેકટર) ને કરવાની રહેશે.
•અરજી સાથે રાજ્ય સરકારે માન્ય કરેલ હોસ્પિટલમાં બાંધકામ શ્રમયોગીએ સારવાર લીધી હોય તેનું નિયત નમુના મુજબનું દાકતરી પ્રમાણપત્ર અરજી સાથે બીડવાનું રહેશે.
•ઉપરોક્ત અધિકારીએ અરજી મળતા અરજીની વિગતોની ચકાસણી અને ખરાઇ દિન – ૩૦ માં કરીને સદરહું મંજુર/નામંજુરની ભલામણના શેરા સાથે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડને આખરી નિકાલ માટે બોર્ડના સચિવને મોકલી આપવાની રહેશે.
•બોર્ડના સચિવશ્રી અરજી પરત્વે સહાય મંજુર/નામંજુરીનો નિર્ણય કરશે. અરજી નામંજુર કરવાના કિસ્સામાં બોર્ડે બાંધકામ શ્રમિકને તેના કારણોની લેખિતમાં જાણ કરવાની રહેશે.
•લાભાર્થી ઓળખકાર્ડની નકલ
•લાભાર્થી રેશનકાર્ડની નકલ
•લાભાર્થીના બે ફોટા
•સરકારી હોસ્પિટલમાં પ્રવેશના તથા લીધેલ સારવારના, દવાના બીલો, પ્રીસ્ક્રીપ્શન, વિગેરે ડૉક્ટરની સહીથી પ્રમાણિત કરાવેલ પુરાવા.
•લાભાર્થીના બેંક ખાતા નંબર અને બેંક પાસબુકની નકલ
•ઓખળ પ્રસ્થાપિતના પુરાવા જેવા કે, મતદાર ઓળખકાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ, સ્કુલ લીવીંગ પ્રમાણપત્ર.
બાંધકામ શ્રમયોગીઓના કુટુંબીજનોને RSBY યોજના હેઠળ વાર્ષિક રૂપિયા ૩૦૦૦૦/-સુધીની મર્યાદામાં મફત તબીબી સારવારનો લાભ આપવામાં આવે છે.
બાંધકામના સ્થળે ચાલુ કામ દરમ્યાન બાંધકામ શ્રમિકોને અકસ્માત થવાના કારણોસર જો કાયમી અશક્તતા આવે તો તેમના વારસદારોને રૂપિયા ૧ લાખ અને દુર્ભાગ્યે જો મૃત્યુ પામે તો તેમના વર્શ્દારોને રૂપિયા ૨ લાખની સહાય આપવામાં આવે છે.
બાંધકામ વ્યવસાયમાં રોકાયેલ શ્રમયોગીનું કામના સ્થળે અકસ્માતે મૃત્યુ થાય તો અથવા કાયમી ધોરણે અસમર્થ બને તેવી કાયમી અશક્તતા થાય તો બાંધકામ શ્રમિકને આર્થિક સહાય પુરી પાડવાનો આ યોજનાનો ઉદ્દેશ છે.
•બાંધકામ શ્રમિક તરીકે બોર્ડમાં નોંધણી કરાવ્યા તારીખથી આ યોજનાનો લાભ બાંધકામ શ્રમિકને મળવાપાત્ર થશે, ઓળખ કાર્ડ ઇસ્યુ તારીખથી દર વર્ષે રીન્યુ કરાવેલ હોવું જોઇએ, ૬૦ વર્ષની વધુ વયનાને મળશે નહીં.
•આકસ્મિક મૃત્યુ તારીખથી ત્રણ માસની સમય મર્યાદામાં નિયત નમુનામાં બાંધકામ શ્રમિકના ઉત્તરાધિકારીએ અરજી કરવાની રહેશે.
•લાભાર્થી ઓળખકાર્ડની નકલ
•લાભાર્થી રેશનકાર્ડની નકલ
•મરણ નોંધણીનો દાખલો
•કાયમી અશક્તતાના કિસ્સામાં સિવિલ સર્જનનું પ્રમાણપત્ર
•વારસદાર/ઉત્તરાધિકારી અંગે સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર
•વારસદાર/ઉત્તરાધિકારીની સંમતિ અંગેનું કબુલાતનામું
•કામે રાખનાર માલિક/અધિકૃત અધિકારીનો ચાલુ કામે આકસ્મિક મૃત્યુ અંગેનો પત્ર
•નાણાં જેને ચૂકવવાના છે તેનો બેંક ખાતા નંબર અને બેંક પાસબુકની નકલ.
•વારસદારના પાસપોર્ટ સાઇઝના બે ફોટા (કાયમી અશક્તતાના કિસ્સામાં લાભાર્થીના બે ફોટા)
•ઓળખ પ્રસ્થાપિતના પુરાવા જેવા કે, મતદાર ઓળખ કાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ, સ્કૂલ લીવીંગ પ્રમાણપત્ર.
•નાયબ/સહાયક નિયામક, ઔદ્યોગિક સુરક્ષા અને આરોગ્ય (ફેકટરી ઇન્સ્પેકટર) નો અકસ્માત મૃત્યુ અંગેનો રીપોર્ટ
•એફ.આઇ.આર.ની નકલ, પોલીસ પંચનામું, ઇન્કવેસ્ટ પંચનામાની નકલ
•ડૉક્ટરનો પોસ્ટમોર્ટમ રીપોર્ટ
•અરજદારે અરજી નિયત નમુનામાં કરવાની રહેશે. અરજી સાથે ઉપર (૧) થી (૧૧) માં દર્શાવેલ દસ્તાવેજી પુરાવા બીડવાના રહેશે.
•નિયત નમુનાનું અરજી ફોર્મ ભરીને ઉપર દર્શાવેલ આવશ્યક દસ્તાવેજી પુરાવા સાથે સંબંધિત જિલ્લાના નાયબ/સહાયક નિયામક, ઔદ્યોગિક સુરક્ષા અને આરોગ્ય (ફેકટરી ઇન્સ્પેકટર) ને રજુ કરવાનું રહેશે.
•ઉપરોક્ત અધિકારીએ અરજી ફોર્મ ચકાસી ચાલુ કામે થયેલ અકસ્માત અંગેના પોતાના અહેવાલ સાથે ક્રમ ૧૧ થી ૧૩ મુજબના દસ્તાવેજી પુરાવા સાથે પોતાનો અહેવાલ સહ મંજુર/નામંજુરીની સ્પષ્ટ ભલામણ સહ સચિવશ્રી મકાન અને બાંધકામ બોર્ડને રજુ કરવાનો રહેશે.
•સચિવશ્રી દ્વારા અરજદારની અરજી તેમજ ચકાસણી અધિકારીનો રીપોર્ટ તેમજ દાક્તરી પ્રમાણપત્ર વિગતોને સહાય મંજુરી/નામંજુરીનો નિર્ણય કરશે.
•સદરહું સહાય એકાઉન્ટ પેઇ ક્રોસ્ડ ચેકથી લાભાર્થીના કાયદેસરના વારસદાર/ઉત્તરાધિકારીને સક્ષમ અધિકારીના પ્રમાણપત્ર મુજબ ચુકવવાનું રહેશે.
બાંધકામ વ્યવસાયમાં રોકાયેલ શ્રમયોગીનું ચાલુ મેમ્બરશીપ દરમ્યાન મૃત્યુ થાય તો બાંધકામ શ્રમયોગીના કાયદેસરના ઉત્તરાધિકારીને આર્થિક સહાય પુરી પાડવાના હેતુથી અંત્યેષ્ઠી સહાય યોજના અમલમાં મુકવામાં આવેલ છે.
બાંધકામ શ્રમયોગીઓ ૬૦ વર્ષની ઉમર સુધીમાં મૃત્યુ પામે તો તેમના વારસદરોને રૂા. ૫,૦૦૦/-ની અંત્યેષ્ઠી સહાય આપવામાં આવે છે.
બાંધકામ શ્રમિક તરીકે બોર્ડમાં નોંધણી કરાવ્યા તારીખથી
•આ યોજનાનો લાભ બાંધકામ શ્રમિકને ૬૦ વર્ષની ઉંમર બાદ મળવાપાત્ર નથી.
•નિયત નમુનામાં અરજી સાથે મૃત્યુનું પ્રમાણપત્ર રજુ થયેલી બાંધકામ શ્રમિકના ઉત્તરાધિકારીને સહાય મળવાપાત્ર થશે.
•મૃત્યુના એક સપ્તાહની અંદર આ અંગે ઉત્તરાધિકારીને અરજી કરવાની રહેશે.
•વારસદારોની સંમતિઅંગેનું લેખિત કબુલાતનામું રજુ કરવાનું રહેશે.
•ઓળખકાર્ડ નોંધણી તારીખથી એક વર્ષ બાદ દર સાલે રીન્યુ કરાયું હોવું જોઇએ.
•વારસદાર અંગેનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.
•નાણાંકીય સહાય સેવા માટે નોંધાયેલ બાંધકામ શ્રમિકના ઉત્તરાધિકારીએ આ સાથે બીડેલ નમુનામાં અરજી રજુ કરવાની રહેશે.
•બાંધકામ શ્રમિકના ઉત્તરાધિકારીએ તેની આ અરજી જે તે જિલ્લાના નાયબ/સહાયક, નિયામક, ઔદ્યોગિક સુરક્ષા અને આરોગ્ય (ફેકટરી ઇન્સ્પેકટર) ની કચેરીમાં આપવાની રહેશે. અરજી સાથે આ નિયત નમુનામાં વારસદારોની સંમતિ અંગેનું કબુલાતનામુ/સોગંદનામું રજુ કરવાનું રહેશે.
•ઉપરોક્ત અધિકારીએ અરજીમાં દર્શાવેલ વિગતોની ચકાસણી અને ખરાઇ કરીને અરજી મળ્યાની ૩૦ દિવસની સમય મર્યાદામાં જરૂરી ચકાસણી કરીને તેમણે સહાય મંજુર કરવા નામંજુર કરવાની ભલામણના શેરા સાથે અરજી બોર્ડના સચિવને મોકલી આપવાની રહેશે.
•જે તે જિલ્લાના ઉપરોકત અધિકારી તરફથી ઉપર દર્શાવ્યા મુજબ સહાય મંજુર કરવા / નામંજુર કરવાની ભલામણ ધ્યાને લઇ સચિવે ૩૦ દિવસની સમય મર્યાદામાં આખરી નિર્ણય કરવાનો રહેશે. અરજી નામંજુર કરવા અંગેના કારણોની લેખિત નોંધ કરી તેની જાણ બાંધકામ શ્રમિકને લેખિતમાં કરવાની રહેશે.
•મંજુર થયેલ નાણાંકીય સહાય બાંધકામ શ્રમિકની બેંક અથવા પોસ્ટ ઓફિસના ખાતામાં જમા કરાવી શકાશે અથવા તો ઓળખકાર્ડના ફોટા ઉપરથી ખાત્રી કરી લાભાર્થીને રોકડમાં ચુકવવાની રહેશે અને તે ચૂકવ્યા બદલ તેની પહોંચ મેળવી લેવાની રહેશે.
•મરણ અંગેનું પ્રમાણપત્ર (કોર્પોરેશન અથવા ગ્રામ્ય) નો દાખલો બીડેલ છે.
•લાભાર્થી ઓળખકાર્ડની ઝેરોક્ષ નકલ.
•વારસદાર અંગેનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર
•વારસદારોની સંમતિ / કબુલાતનામું
•વારસદારના બે પાસપોર્ટ સાઇઝના ફોટા
•રેશનકાર્ડ
•લાભાર્થી/વારસદારની બેંક પાસબુક
•વારસદારના મતદાર ઓળખકાર્ડની ઝેરોક્ષ
બાંધકામના વ્યવસાયમાં રોકાયેલ શ્રમિકોના બાળકો પ્રાથમિક શાળાથી શરૂ કરીને ઉચ્ચ શિક્ષણ મેળવીને પોતાની કારકિર્દીનું ધડતર કરે તે આ યોજનાનો હેતુ છે.
ક્રમ | ધોરણ | સહાયની રકમ | હોસ્ટેલ સાથે |
---|---|---|---|
૧ | ધોરણ ૧ થી ૪ |
રૂા. ૫૦૦/- |
- |
૨ | ધોરણ ૫ થી ૯ |
રૂા. ૧૦૦૦/- |
- |
૩ | ધોરણ ૧૦ થી ૧૨ |
રૂા. ૨,૦૦૦/- |
રૂા. ૨,૫૦૦/- |
૪ | આઇ.ટી.આઇ. |
રૂા. ૫,૦૦૦/- |
- |
૫ | ડિપ્લોમાં કોર્ષ |
રૂા. ૫,૦૦૦/- |
રૂા. ૭,૫૦૦/- |
૬ | ડીગ્રી કોર્ષ |
રૂા. ૧૦,૦૦૦/- |
રૂા. ૧૫,૦૦૦/- |
૭ | પી.જી. કોર્ષ |
રૂા. ૧૫,૦૦૦/- |
રૂા. ર૦,૦૦૦/- |
૮ | મેડીકલ, ડેન્ટલ, ઇજનેરી, ડીગ્રી કોર્ષ, એમ.બી.એ., એમ.સી.એ., આઇ.આઇ.ટી. |
રૂા. ૧૫,૦૦૦/- |
રૂા. ર૦,૦૦૦/- |
૯ | પી.એચ.ડી/ એમ.ફિલ( એક વખત ઉચ્ચક) |
રૂા. ર,૦૦૦/- |
- |
•બાંધકામ શ્રમિક તરીકે બોર્ડમાં નોંધણી કરાવ્યા તારીખથી આ યોજનાનો લાભ શ્રમિકને મળવાપાત્ર થશે. બાંધકામ શ્રમિક તરીકેનું ઓળખકાર્ડ નોંધણી તારીખથી પ્રત્યેક વર્ષે રીન્યુ થયેલ હોવું જોઇએ.
•બાંધકામ શ્રમિકે નિયત નમુનામાં અને નિયત સમય મર્યાદામાં અરજી કરવાની રહેશે. પ્રત્યેક શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ મળ્યાથી ૩ માસની સમય મર્યાદામાં અરજી કરવાની રહેશે. અરજી સાથે જે તે શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ મેળવ્યા બાબતના પુરાવા જેવા કે સંસ્થાના આચાર્યનું પ્રમાણપત્ર કે પ્રવેશપત્ર રજૂ કરવાનું રહેશે. હોસ્ટેલ પ્રવેશ સંદર્ભમાં સંબંધિત હોસ્ટેલના રેકટર/વોર્ડન/સંસ્થાની અધિકૃત વ્યક્તિની સહીવાળું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.
•આ સહાય માત્ર સરકારે માન્ય કરેલ હોય તેવી શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ લીધેલ હોય તેવા બાંધકામ શ્રમિકના પુત્ર/પુત્રી સંબંધમાં જ મળવાપાત્ર થશે.
•બાંધકામ શ્રમિકના આશ્રિત તેવા માત્ર બે બાળકો પૂરતી જ સહાય મળવાપાત્ર થશે.
•જે તે શૈક્ષણિક વર્ષ/સેમેસ્ટરમાં એકવાર અનુતીર્ણ થનાર વિદ્યાર્થીને તે જ ધોરણ/વર્ગ માટે બીજા વર્ષે/સેમેસ્ટર માટે પણ આ સહાય મળવાપાત્ર થશે. અલબત્ત આ સહાય એક માત્ર ટ્રાયલ પૂરતી જ મર્યાદિત રહેશે. તે જ ધોરણ/વર્ગમાં બીજીવાર નાપાસ થનારને તે જ ધોરણ/વર્ગ માટે ફરી સહાય મળવાપાત્ર થશે નહીં.
•નાણાંકીય સહાય મેળવવા માટે નોંધાયેલ બાંધકામ શ્રમિકે આ સાથે બીડેલ નમુનામાં અરજી જે તે જિલ્લાના સંબંધિત નાયબ/સહાયક નિયામક, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય (ફેકટરી ઇન્સ્પેકટર) ને રજૂ કરવાની રહેશે.
•બાંધકામ શ્રમિકે કરેલ અરજીમાં તેના બાળકો, શૈક્ષણિક સંસ્થામાં ભણતા હોય તે શાળા/કોલેજ/સંસ્થા પાસેથી, અરજી પત્રના નમુનામાં દર્શાવ્યા મુજબનું ‘‘આચાર્યનું પ્રમાણપત્ર’’ આ અરજી સાથે બીડવાનું રહેશે. જો હોસ્ટેલમાં પ્રવેશ લીધેલ હોય તો હોસ્ટેલના સંબંધિત રેકટર/વોર્ડન/વડાનું પ્રમાણપત્ર પણ બીડવાનું રહેશે.
•બાંધકામ શ્રમિકે તેની આ અરજી આચાર્યના પ્રમાણપત્ર સહીત જે તે ઉપરોકત અધિકારીની કચેરીમાં આપવાની રહેશે.
•ઉપરોક્ત અધિકારીએ દર્શાવેલ વિગતોની ચકાસણી અને ખરાઇ કરીને અરજી મળ્યેથી દિન-૩૦ માં પોતાની ભલામણ સહીત સંયુક્ત નિયામકશ્રી, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરીને મોકલી આપવાની રહેશે.
•સહાય અરજી પરત્વે સહાય મંજુરી અંગેનો નિર્ણય બોર્ડના તા. ૩-૧-૦૯ના ઠરાવ મુજબ કરવાનો રહેશે. નામંજૂર કરવા અંગેના કારણોની લેખિત નોંધ કરી તેની જાણ સંબંધિત શ્રમિકને કરવાની રહેશ.
•મંજૂર થયેલ નાણાંકીય સહાય બાંધકામ શ્રમિકની બેંક અથવા પોસ્ટ ઓફિસના ખાતામાં જમા કરી શકાશે અથવા તો ઓળખકાર્ડના ફોટા ઉપરથી ખાત્રી કરી લાભાર્થીને રૂા. ૨૫૦/- સુધી રોકડ/ચેકથી ચૂકવવાની રહેશે અને તે ચૂકવ્યા બદલ તેની પહોંચ મેળવી લેવાની રહેશે.
બાંધકામ શ્રમયોગીઓનાસરકારી કે સરકાર માન્ય NGO સંચાલિત હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા બાળકોને ફૂડબીલ પેટે માસિક રૂપિયા ૧૦૦૦/- ની મર્યાદામાં કુલ ૧૦ માસમાટે રૂપિયા ૧૦૦૦૦/- નીસહાય પ્રતિ વર્ષ આપવામાં આવે છે.
બાંધકામ શ્રમયોગીઓના બાળકોની કારકિર્દીનાધડતરને ધ્યાને રાખી વિશિષ્ટ અભ્યાસ માટે કોચિંગ રહે તે માટે આર્થિક સહાય પૂરી પાડવાનો આ યોજનાનો હેતુ છે.
બાંધકામ શ્રમિકો પૈકીના વાયરમેન, પ્લમ્બિંગકામ, કડીયાકામ, રંગકામ, લુહારીકામ, સુથારીકામ, વેલ્ડીંગકામ, પત્થરકામ કરનાર શ્રમયોગીઓને ઉચ્ચ કૌશલ્યની તાલીમ આપવામાં આવે છે.
બાંધકામ શ્રમિકોને કૌશલ્ય તાલીમ મેળવ્યા બાદ રૂપિયા ૬૦૦૦/- ની મર્યાદામાં સાધન સહાય આપવામાં આવે છે.
બાંધકામ શ્રમિકોના કામના સ્થળે થતા અકસ્માતો ધટાડવા માટેના હેતુ થી બાંધકામ શ્રમિકોને સલામતી અંગેની ઉચ્ચ કૌસલ્યની તાલીમ આપવામાં આવે છે.
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ મળતા રૂપિયા ૨ લાખના વીમા સુરક્ષા કવચનો લાભ બાંધકામ શ્રમિકોને પણ મળી રહે તે હેતુથી સુરક્ષા ડીપોઝીટ સ્કીમ હેઠળ બાંધકામ શ્રમિકોના બેંક ખાતામાં રૂપિયા ૨૦૧/- જમા કરાવી તે રકમના વ્યાજમાંથી દર વર્ષે રૂપિયા ૧૨/-નું પ્રીમીયમ પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાના ખાતામાં જમા થઇ જશે એવી યોજના છે.
બાંધકામ શ્રમિકોને શહેરી વિકાસ સત્તા મંડળ/ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા તથા ગુજરાત હોઉંસિંગ બોર્ડ ધ્વારા EWS/LIG સ્કીમ હેઠળ મકાન ફાળવણી થયલ હોય યેવા બાંધકામ શ્રમિકોને રૂપિયા ૧,૬૦,૦૦૦/-ની સહાય આપવામાં આવે છે.
આ યોજના હેઠળ બાંધકામ ક્ષેત્રોમાં કામ કરતા શ્રમિકોને થતા અન્યાય, કાયદાભંગ, વળતર વગેરે બાબતોમાં કોઈ કાનૂની વિવાદ થાય તો બોર્ડ દ્વારાનિયુક્ત કરેલ વકીલ ધ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ છે.